મોરબીના ઘુંટુ રોડે નદીમાં ડુબી જવાથી યુવાનનું મૃત્યુ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલ મહિલા ઢુવા ચોકડી નજીકથી પકડાઈ તેરા તુજકો અર્પણ: મોરબી પોલીસે લોકોના 36 મોબાઈલ અને રોકડા 96,000 શોધીને પરત કર્યા જન્માષ્ટમીને ધ્યાને રાખીને મોરબીમાં ડીવાયએસપીની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું ટંકારાના લજાઈ ગામે રાઘવ પોલીમર્સ કારખાનામાં ઓરડીમાં જુગાર રમતા 7 શખ્સ 2.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરાયું ડાયાલિસિસ સેન્ટર: વાંકાનેરના મહારાજા, રાજકોટના યુવરાજ, સાંસદ સહિતના હાજર રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર મોરબી કલેક્ટર કચેરીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ દિશા કમિટીની બેઠક
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર


SHARE





વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ સ્ટાર્ટઅપ સેમિનાર

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આહ્વાન છે કે યુવાનો નોકરી શોધનારનહીં, પરંતુ નોકરી આપનારબને અને ‘Innovate for India, Innovate from India’ ના મંત્ર સાથે ભારતને વૈશ્વિક સ્ટાર્ટઅપ નેતૃત્વ તરફ લઈ જાય તેમજ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોનું યોગદાન રહે જે માટે યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા, નવીનતા અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા માન.વડાપ્રધાનના જન્મદિવસે ભુજ શહેરના ટાઉન હોલ ખાતે સૌ પ્રથમ વખત સાંસદ સ્ટાર્ટઅપ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

આ સેમિનારમાં બેન્કના કર્મચારીઓ, જિલ્લા ઉધોગ કેન્દ્ર, કોલેજો, આઇ.ટી.આઇ. પોલીટેકનિક સ્ટાર્ટઅપ ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગસાહસિકો, યુવા પ્રતિભાઓ, વિદ્યાર્થીઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. તથા સેમિનાર દરમ્યાન સ્ટાર્ટઅપ શરૂ કરવા માટેની તકો, સરકારી યોજનાઓ, માર્ગદર્શન, ફંડિંગ તથા નવીન વિચારોને વ્યવસાયમાં રૂપાંતરિત કરવા અંગે પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે. સાંસદ સ્ટાર્ટઅપ સેમિનારમાં ભાગ લેવા QR કોડ મારફતે જરૂરી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરવા સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. જે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 15/09/2026 મંગળવાર છે અને સાંસદ સ્ટાર્ટઅપ સેમિનારની તા. 17/09/2026 ને ગુરુવાર છે અને સમય સવારે 11:00 કલાકે ટાઉન હોલ, ભુજ-કચ્છ ખાતે યોજાશે.

આજના સમયમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ડીપ-ટેક, કૃષિ, આરોગ્ય, પર્યાવરણ, અવકાશ અને અન્ય ક્ષેત્રોમાં નવીન ઉકેલો વિકસાવવાની વિશાળ તકો ઉપલબ્ધ છે. વડાપ્રધાનએ ભારતીય સ્ટાર્ટઅપ્સને સ્થાનિક જરૂરિયાતો સાથે જોડાયેલી નવીનતા વિકસાવીને મોટા પાયે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રોત્સાહિત કર્યા છે. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થવા હેતુસર કચ્છ લોકસભા દ્વારા આયોજિત સાંસદ સ્ટાર્ટઅપ સેમિનારમાં ઉપસ્થિત રહેવા સૌને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશ સ્પષ્ટ છે નવી વિચારધારા અપનાવો, નવીનતા કરો, સમસ્યાઓના ઉકેલ શોધો અને ભારતના વિકાસમાં ભાગીદાર બનો.




Latest News