મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના લજાઈ પાસે બોલેરો-બાઇક અથડામણ, ત્રણ લોકો સારવાર


SHARE





મોરબીના લજાઈ પાસે બોલેરો-બાઇક અથડામણ, ત્રણ લોકો સારવાર

મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ગામે ક્લબ-૩૬ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા લાભુભાઈ નરસીભાઈ સોલંકી (૩૨) રહે.પડધરી તેમજ વિશાલ મનોજભાઈ ડાભી (૧૯) અને કોમલબેન મનોજભાઈ ડાભી (૨૧) રહે.બંને વજેપર મોરબી ને ઇજા થતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના કિંજલબેન ટુકડીયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારની મદીના સોસાયટીમાં રહેતા શાહીનબેન ફારૂકભાઈ જેડા નામની ૨૪ વર્ષની યુવતી માળિયા મિંયાણાના જુના અંજિયાસર ગામે હતી ત્યાં તેના કાકાજી સસરા સાઉદીનભાઈ મોવર દ્વારા અચાનક ગાડીનો દરવાજો બંધ કરવામાં આવતા અકસ્માત થતા ઈજા પામેલ હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મારામારીના બનાવમાં ઈજા પામેલ મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના ૪૬ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

વાહન અકસ્માત

હળવદ ખાતેની શિવ પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ જાદવજીભાઈ કણજારીયા નામનો ૨૮ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હળવદના હાઇવે ઉપર બાઈક સાથે સ્કોર્પીયો કાર અથડાતા સર્જાયેલ બનાવમાં ઇજા પામતા અહીંની ૐ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદ ખાતે રહેતા મેહુલ દાનસિંગભાઈ કુડેચા નામનો ૨૫ વર્ષનો યુવાન ઘરે કોઈ કારણસર ફીનાઇલની ગોળીઓ ખાઈ ગયો હોય અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ હળવદના મેરૂપર ગામે વાડી વિસ્તારમાં કામ દરમિયાન ઝેરી જનાવર કરડી જતાં ભોળાભાઈ સોમાભાઈ નાયકા નામના ૧૯ વર્ષના યુવાનને પણ સારવાર માટે મોરબી લવોયો હતો.તેમજ મોરબીના સામાકાંઠે શૈલેષ કાંટા પાસે આવેલ ગોપાલ પ્લાસ્ટિક નામના યુનિટમાં કામ દરમિયાન સાયકુબેન મહેશભાઈ અજનાર નામની ૩૫ વર્ષીય મહિલાને સારવાર માટે લાવવામાં આવી હતી.

યુવતી મળી આવી

કચ્છ ગાંધીધામના આદિપુર પાસે આવેલ અંતરજાળ વિસ્તારમાં રહેતા પરિવારની ઉમાબેન વાલજીભાઈ ગઢવી નામની ૨૧ વર્ષની યુવતી ગત તા.૭-૮-૨૬ ના ગુમ થઈ હોવા અંગેની જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસ ચાલુ હતી દરમ્યાનમાં તે યુવતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી મળતા આદીપુર પોલીસ મોરબી આવી હતી અને અત્રે તપાસ કરતા અહીંના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ધરજીયા પાસેથી ઉમાબેન મળી આવતા પોલીસ દ્વારા નિવેદન નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News