મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં
SHARE
મોરબીમાં વીજ કંપનીનો જર્જરિત વીજ પોલ તૂટી પડતાં ઇજા પામેલ વૃદ્ધા સારવારમાં
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડ શેરી નં. 4 ની અંદર વીજ કંપનીનો પોલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં હતો જેથી તેને રીપેર કરવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ દ્વારા બેદરકારી દાખવામાં આવી હતી અને જર્જરિત થઈ ગયેલ વીજપોલ બદલવામાં આવ્યો ન હતો તેવામાં ગઈકાલે સવારના સમયે કોઈ કારણસર આ વીજપોલ બાજુમાં આવેલા મકાન પાસે તૂટી પડ્યો હતો અને ત્યાં એક વૃદ્ધા ઉપર પડવાના કારણે તેઓને માથા અને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલને લઇ ગયા હતા આ બનાવમાં બાબાબા મેરૂભા જાડેજા (70) નામના વૃદ્ધાને પગપાળા ચાલીને ઘરની બહાર જતા હતા ત્યારે વીજપોલ તૂટીને તેઓની માથે પડવાના કારણે ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને તેઓને સારવાર માટે મોરબીની આયુષ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી