મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી


SHARE





મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી

સેવા જેમનો સંકલ્પ, સમાજ જેમનું કર્તવ્ય અને નારીશક્તિ જેમની ઓળખ.છે. તેવા નવયુગ પરિવારના પૂર્વ સ્ટાફ જાગૃતિબેન ગઢિયાને નવી જવાબદારી બદલ નવયુગ પરિવારના હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

મોરબી નવયુગ પરિવારના સભ્ય જાગૃતિબેન રાજેશભાઈ ગઢિયાની મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જહતી નવયુગ પરિવારના પી.ડી.કાંજીયા સહિતની ટીમે તેઓને અભિનંદન આપ્યા હતા અને જાગૃતિબેનનો નવયુગ પરિવાર સાથેનો નાતો પણ વિશેષ રહ્યો છે. તેઓએ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં શિક્ષક તરીકે પોતાની સેવાઓ આપી હતી અને આજની તારીખે પણ તેઓનો સંસથા સાથે આત્મીય સંબંધ યથાવત્ છે. તેઓએ વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાન, સમૂહલગ્ન સમિતિમાં સેવા, મહિલા સમિતિમાં કારોબારી સભ્ય તરીકે જવાબદારી સહિત અનેક સામાજિક અને ધાર્મિક સેવાકાર્યોમાં તેમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરવા, નારીશક્તિને પ્રોત્સાહિત કરવા, સામાજિક જાગૃતિ ફેલાવવા અને જરૂરિયાતમંદ લોકો સુધી સેવાભાવ સાથે પહોંચવાના તેમના પ્રયાસોએ સમાજમાં તેમની એક આગવી ઓળખ ઊભી કરી છે.




Latest News