મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા
SHARE
મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં-3 માં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 9 મહિલ સહિત 10 લોકો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી 24,400 ની રોકડ સાથે તેની પોલીસે ધરપકડ કરી હતી અને આ ઉપરાંત કબીર ટેકરીના નાલા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક શખ્સ મળી આવેલ હતો અને એક શખ્સને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં-3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચંદ્રકલાબેન હરિશ્ચંદ્ર જાદવ (37) અને અનસોયાબેન ઉર્ફે હસીબેન હર્ષદભાઈ ભટાસણા (60) રહે. બંને સિદ્ધિવિનાયક વાવડી રોડ મોરબી, વિશાલભાઈ હરેશભાઈ અગ્રાવત (25) રહે. રવાપર, ગીતાબેન હકાભાઇ સુરેલા (40), રીનાબેન આશિષભાઈ મકવાણા (40), સીતલબેન ઉપેનભાઈ ગોવાણી (52), કાજલબેન દીપકભાઈ ચોટલીયા (45), જયશ્રીબેન હરપાલભાઈ જોશી (34) અને સવિતાબેન શાંતિલાલ મનાણી (55) રહે. બધા ન્યુ ગાયત્રી સોસાયટી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 24,400 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે મોરબીમાં કબીર ટેકરીના નાલા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ મનસુખભાઈ અગેચાણીયા (37) રહે. કબીર ટેકરી મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ તથા 150 રોકડા કુલ મળીને 5150 ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને મોબાઈલ ફોનથી આરોપી રવીભાઈ દ્વારા રાજેશભાઈ વાઘાણી રહે. વાવડી રોડ ગાયત્રી સોસાયટી મોરબી વાળા સાથે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે ગુનો નોંધાયેલ છે.