મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો


SHARE





મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાવળિયા પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા યુવાન સાથે સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાનને ગાળો આપીને ઘણ અને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 3 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતીનાથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ જલાભાઈ દેવસુર (32)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાબુ સંધિ, સલિમ ઉર્ફે સલો અને મકબુલ સંધિ રહે. ત્રણેય મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાવડી રોડ ઉપર આવેલ બાવળિયા પીરની દરગાહ પાસેથી ફરિયાદી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણેય આરોપીઓએ સામું જોવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યાર બાદ બાબુ સંધિએ ફરિયાદીને ઘણ વડે ડાબા હાથની કોણી અને જમણા પગની પેનીના ભાગે માર માર્યો હતો તો સલીમે લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા હાથની હથેળીમાં તથા આંગળીઓમાં માર મારીને ફેક્ર જેવી ઈજા કરી છે અને મકબુલ સંધિએ લોખંડના પાઇપ ડે ફરિયાદીને શરીર ઉપર આડેધડ માર મારીને ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બાઈકની ચોરી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિજ્યોત પાર્ક સોસાયટી બી-2 વીંગ બ્લોક નંબર 602 ખાતે રહેતા સાવનભાઈ પ્રકાશભાઈ સંઘાણી (21)અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે આંદરણા ગામે શીવાભાઈ પ્રભુભાઈ સંઘાણીના મકાન પાસે શેરીમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 બીસી 5711 પાર્ક કરીને મૂક્યું હતું જે 60,000 ની કિંમતમાં બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News