મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો


SHARE































મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ બાવળિયા પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા યુવાન સાથે સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાનને ગાળો આપીને ઘણ અને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 3 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતીનાથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ જલાભાઈ દેવસુર (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાબુ સંધિ, સલિમ ઉર્ફે સલો અને મકબુલ સંધિ રહે. ત્રણેય મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાવડી રોડ ઉપર આવેલ બાવળિયા પીરની દરગાહ પાસેથી ફરિયાદી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણેય આરોપીઓએ સામું જોવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યાર બાદ બાબુ સંધિએ ફરિયાદીને ઘણ વડે ડાબા હાથની કોણી અને જમણા પગની પેનીના ભાગે માર માર્યો હતો તો સલીમે લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા હાથની હથેળીમાં તથા આંગળીઓમાં માર મારીને ફેક્ચર જેવી ઈજા કરી છે અને મકબુલ સંધિએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને શરીર ઉપર આડેધડ માર મારીને ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બાઈકની ચોરી

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિજ્યોત પાર્ક સોસાયટી બી-2 વીંગ બ્લોક નંબર 602 ખાતે રહેતા સાવનભાઈ પ્રકાશભાઈ સંઘાણી (21)એ અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આંદરણા ગામે શીવાભાઈ પ્રભુભાઈ સંઘાણીના મકાન પાસે શેરીમાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 બીસી 5711 પાર્ક કરીને મૂક્યું હતું જે 60,000 ની કિંમતમાં બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.












Latest News