મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ


SHARE





ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ

મોરબીમાં સસ્તા દારૂને મોંઘો બનાવીને વેંચાવના ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને મોરબીના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની સસ્તી બોટલોમાંથી દારૂની ખાલી થઈ ગયેલ મોંઘી બોટલોમાં દારૂ ભરીને તેનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી પોલીસે દારૂની મોટી 8 જેની કિંમત 4560 રૂપિયા અને નાની 36 ખાલી બોટલ કબજે કરી હતી જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી બી ડિવિઝન પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમની સામેના ભાગમાં રહેતા સાજીદભાઈ લધાણીના ઘરમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગ્રીન લેબલ વિસ્કીની 180 એમએલની પ્લાસ્ટિકની બોટલોમાં રહેલો દારૂ જૂની વપરાયેલ 100 પેપર બ્લેન્ડર સ્કોચ વિસ્કી ફોર ડિફેન્સ સર્વિસ ઓન્લી 750 લખેલી વપરાઈ ગયેલ કાચની ખાલી બોટલોમાં ભરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું અને આરોપી દ્વારા આર્થિક ફાયદા માટે નીચી ગુણવત્તા વાળો દારૂ ઉંચી ગુણવત્તા વાળી દારૂની ખાલી બોટલોમાં ભરીને વેચવા માટેની તૈયારી કરવામાં આવી હતી તેવામાં બી ડિવિઝન પોલીસે દ્વારા રેડ કરીને કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવેલ છે. અને સ્થળ ઉપરથી દારૂ ભરેલી મોટી 8 બોટલ જેની કિંમત 4560 રૂપિયા તથા નાની 36 ખાલી બોટલ કબજે કરવામાં આવેલ છે જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાજીદભાઈ કાદરભાઈ લઘાણી રહે. વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમની સામે મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News