મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ


SHARE





મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ

મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને આ ચુંટણીમાં સહકાર પેનલ અને પરીવર્તન પેનલ આમને સામને હતી જો કે, વેપારી પેનલમાં 100 ટકા મતદાન થયું હતું જયારે ખેડૂત પેનલમાં 96 ટકા જેટલું મતદાન થયું હતું જેથી કરીને હાલમાં બંને પક્ષના આગેવાનો દ્વારા જીતના દાવા કરતા હતા તેવામાં આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવેલ છે અને પહેલા વેપારી પેનલની 4 બેઠકોની ગણતરી કરવામાં આવેલ છે જેમાં સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી છે અને હવે ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ કરવામાં આવેલ છે જો કે, બપોર સુધીમાં યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મોરબીમાં આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને આ ચુંટણીમાં 14 બેઠકોની સામે 25 આગેવાનો મેદાનમાં હતા જેમાંથી ખેડૂતો અને વેપારીઓએ તેઓના પ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે મતદાન કર્યું હતું અને બુધવારે સવારે નવ વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે મતદાન ચાલુ રાખવામા આવ્યું હતું જેમાં ખેડૂત પેનલમાં 1507 પૈકી 1448 મતદારોએ મતદાન કર્યું હતું જો કે, વેપારી પેનલમાં માત્ર 51 જ મતદાર હોય 100 ટકા મતદાન થયું છે. જોકે, આજે સવારે 9 વાગ્યાથી મતપેટીઓ ખોલવાનું શરૂ કરવામાં આવ્યું છે અને પહેલા વેપારી પેનલની 4 બેઠક માટેની ગણતરી કરવામાં આવેલ હતી અને મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીના પરિણામો જાહેર કરવાની શરૂઆત થઈ ગઈ છે. વેપારી પેનલની ચાર બેઠકોમાંથી બે બેઠક ઉપર સહકાર પેનલના રાજેશભાઈ દામજીભાઈ બરાસરા અને કાવર સુરેશભાઈ જીવરાજભાઈ વિજેતા થયા છે જ્યારે બે બેઠક ઉપર પરિવર્તન પેનલના બાવરવા ઘનશ્યામભાઈ જયંતિભાઈ અને ભાડજા બાબુભાઈ રૂગનાથભાઈનો વિજય થયો છે હવે મત પેટીઓ ખોલીને ખેડૂત પેનલની બેઠકો માટેની ગણતરી શરૂ કરવામાં આવી રહી છે અને લગભગ બપોર સુધીમાં યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અને આ ચૂંટણીમાં ખેડૂત આંદોલનની અસર કેવી રહે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.




Latest News