મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત વાંકાનેરના વસુંધરા ગામે બાળકોની માથાકૂટમાં દૂધ મંડળી ઉપર હુમલો કરીને યુવાનની હત્યા, સગીરનું માથું ફાડી નાખ્યું: 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું નેશનલ હાઇવે રોડ ઉપર બકડો મૂકીની અજાણ્યા શખ્સે ત્યાં આરામ ફરમાવ્યો !: મોરબીના લાલપર પાસેનો બનાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલ 4 માંથી સહકાર પેનલે 2 અને પરીવર્તન પેનલે 2 બેઠક મેળવી: ખેડૂત પેનલની 10 બેઠકોની ગણતરી શરૂ ગોરખધંધા: મોરબીમાં મોંઘા દારૂની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાના ખેલનો પર્દાફાશ મોરબીમાં સામું જોવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને યુવાનને 3 શખ્સોએ લોખંડના ઘણ અને પાઇપથી માર માર્યો મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 પકડાયા વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં શોર્ટ લાગતા મહિલાનું મોત: હળવદમાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વસુંધરા ગામે બાળકોની માથાકૂટમાં દૂધ મંડળી ઉપર હુમલો કરીને યુવાનની હત્યા, સગીરનું માથું ફાડી નાખ્યું: 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું


SHARE





વાંકાનેરના વસુંધરા ગામે બાળકોની માથાકૂટમાં દૂધ મંડળી ઉપર હુમલો કરીને યુવાનની હત્યા, સગીરનું માથું ફાડી નાખ્યું: 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું

વાંકાનેરના વસુંધરા ગામે બાળકો વચ્ચે થયેલ બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખીને 5 જુદીજુદી કારમાં આવેલા શખ્સો દ્વારા દૂધની સહકારી મંડળી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં દૂધ સહકારી મંડળીમાં તોડફોડ કરવામાં આવી હતી અને 3,000 લિટર જેટલું દૂધ ઢોળી નાખવામાં આવ્યું હતું અને એક યુવાનને છરીના 6 જેટલા ઘા મરવામાં આવેલ હોય તેનું મોત નીપજયું છે જેથી હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે 10 થી વધુ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાલાભાઇ સામંતભાઈ સરૈયા (42)એ નકુલ ઘનશ્યામભાઈ, વિશાલ વસાભાઈ ચાવડા અને પરેશ નાગદાનભાઈ ડાંગર રહે. બધા વસુંધરા તેમજ લાલો ડાંગર, મુકેશ ડાંગર, માંડણ ડાંગર, પ્રભાત ડાંગર, એભલ ધીરુભાઈ ડાંગર, નિર્મળ આહીર રહે. બધા જાલસીકા વાળા તથા લાલ ટીશર્ટ પહેરેલ દાઢીવાળો અજાણ્યો શખ્સ અને તપાસમાં તેના નામ સામે આવે તેની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેઓના કુટુંબિક ભાઈઓને સાંજના પાંચ થી છ વાગ્યાના અરસામાં આરોપીઓના છોકરાઓ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓ સ્કોર્પિયો, થાર, અર્ટિકા, ક્રેટા અને સ્વિફ્ટ કાર લઈને તા. 9/9 ના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં દૂધ મંડળીએ આવ્યા હતા અને ત્યાં હુમલો કર્યો હતો ત્યારે મંડળીમાં રાખવામા આવેલ કોમ્પ્યુટર સહિતના માલ સામાનમાં તોડફોડ કરી હતી અને 3000 લિટર જેટલું દૂધ ઢોળી નાખ્યું હતું આ સમયે આરોપીઓને રોકવા અને તોડફોડ ન કરવા માટે ફરિયાદીનો ભાઈ વિરમભાઈ સામંતભાઈ સરૈયા (37) અને તેનો 17 વર્ષનો દીકરો વચ્ચે પડ્યા હતા દરમ્યાન આરોપીમાંથી કોઈએ સગીરને માથાના ભાગે પાઇપ મારીને નીચે પાડી દીધો હતો જેથી તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને તેને માથામાં 10 ટાંકા આવેલ છે જો કે, લાલ ટીશર્ટ અને દાઢીવાળા અજાણ્યા શખ્સે ફરિયાદીના ભાઈ વિરમને છાતી, વાસ અને હાથમાં છરીના પાંચ થી છ જેટલા ઘા માર્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે




Latest News