મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત
SHARE
મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ડમ્પર ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડની બાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર લાલપર ગામ પાસે ડમ્પર ચાલકે રાહદારી યુવાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ડમ્પરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર નિર્દોષ લોકોના જીવ લેતા હોય છે તેમ છતાં પણ બેફામ ગતિએ દોડતા ડમ્પરોને બ્રેક લગાવવા માટે પોલીસ, ખનીજ કે આરટીઓ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે તેવી જ રીતે આજે બપોરના સમયે મોરબીના લાલપર ગામ પાસે આવેલ સ્મશાનની સામે ના ભાગમાં યુવાન સર્વિસ રોડ ઉપરથી જતો હતો ત્યારે રોંગ સાઇડમાં આવેલા ડમ્પરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં યુવાન ડમ્પરના પાછળના જોટામાં આવી જતાં ટાયર નીચે કચડાઈ જવાથી ગંભીર ઇજા થવાના લીધે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અને અકસ્માતના બનાવના કારણે થોડી વાસ માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.









