હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ
SHARE
હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ
હળવદના રાણેકપર ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમતા હતા ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 13 શખ્સોને જુગાર રમતા મળી આવ્યા હોય 2,68,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં જુગાર રમતા 3 શખ્સોને પકડવામાં આવેલ છે અને વાંકાનેરમાં વરલી જુગારના આંકડા લેતા એક શખ્સને પકડવામાં આવેલ છે.
હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘોડી પાસાનો જુગાર રમતા નયનભાઈ વ્રજલાલ માકાસણા રહે. હળવદ, સામતભાઈ રામજીભાઈ ઝાપડા રહે. હળવદ પ્રેમજીભાઈ બાબુભાઈ નાકિયા રહે. ચૂલી, વાસુદેવભાઈ સોંડાભાઈ ડાભી રહે. ચુલી, હુસેનભાઇ ઇબ્રાહીમભાઇ વેડલીયા રહે. ધાંગધ્રા, લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા રહે. હળવદ, રહેમાનભાઈ ગુલાબભાઈ સામતાણી રહે. ધાંગધ્રા, લાલજીભાઈ કિશોરભાઈ વાઘેલા રહે. ધાંગધ્રા, દલસુખભાઈ પમાભાઈ જાદવ રહે. ધાંગધ્રા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર રહે. સાયલા, પિયુષભાઈ ચમનભાઈ સચાણીયા રહે. હળવદ, દિનેશભાઈ વજાભાઈ ઢવાણિયા રહે. હળવદ અને નરેન્દ્રભાઈ તરસીભાઇ ચૌહાણ રહે. ધાંગધ્રા વાળા મળી આવ્યા હોય પોલીસે 2,68,600 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબીના વીસીપરા વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી કિરીટભાઈ બાબુભાઈ અગેચાણીયા (24), ચેતનભાઇ ગોરધનભાઈ પંચાસરા (35) અને સમીરભાઈ હુસેનભાઇ સુમરા (20) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 5250 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે વાંકાનેરના રસાલા રોડ હરમા દુકાને સામેના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુનેદ યાકુબભાઈ ભટ્ટી (32) રહે. નવાપરા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 1200 રૂપિયાની રોકડ તથા 3500 નો ફોન મળીને 4700 રૂપિયાના મુદામાલ સાથે તેની ધરપકડ કરી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે