હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ
મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ
SHARE
મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ
મોરબી નજીકના મધુપુર (નવા નાગડાવાસ) ગામે રહેતા પરીવારની સગીરવયની દિકરી કામે જતી ત્યાં પરીચય કેળવીને સાથે કામ કરતા સિદીક અબ્દુલભાઈ બધાણી મિંયાણા (23) રહે. નવા અંજીયાસર તા.માળીયાએ અપહરણ કયર્ું હતું. બાદ સગીરા સાથે દુષ્કર્મ થયુ હોય મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી હતી. જેની તપાસ બાદ તાલુકા પીઆઈ ઘેટીયા તથા સ્ટાફે પોકસો, દુષ્કર્મ અને અપહરણના ગુનામાં સિદિક બધાણીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા હિરાભાઈ જીવરાજભાઈ પાટડીયા (41) રહે.ગાયત્રીનગર મહેન્દ્રનગરને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.
મારામારી
સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલની પાસે જાવેદભાઈ નામના શખ્સ માર મારતા ઈજાગ્રસ્ત થયેલા ભરતભાઈ ખમાભાઈ ઓવસીયા (34) રહે. કાલીકા પ્લોટને 108 વડે સારવારમાં સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે વીસીપરામાં રહેતા શબનમબેન મકસુદભાઈ શાહમદાર (22) એ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લેતા તેઓને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા. મહેન્દ્રનગર ગામ પાસેની ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા સિધ્ધીબેન હરેશભાઈ સાપરા (22)ને રાત્રે ઘરે તેમના પતિ દ્વારા માર મારવામાં આવેલ હોય સિધ્ધિબેનને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
હળવદ તાલુકાના માથક ગામની પાસેથી બાઈક લઈને જઈ રહેલા લાભુભાઈ બટુકભાઈ નંદેસરીયા (31)ના બાઈકને ટેન્કરના ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જયારે શનાળા રોડ સરદારબાગ પાસે પગ ઉપરથી કારનું ટાયર ફરી જતા અજય રાજેશભાઈ વાઘેલા (12) રહે. મેઘપર તા.ટંકારાને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મહિલા સારવારમાં
મોરબી કુબેરનાથ રોડ ઉપર આવેલ કુબેરનાથ મહાદેવ મંદિર પાસે રહેતા ગાયત્રીબેન પિયુષભાઈ ધામેચા (25)ને ઘરે પરીવારના સભ્ય દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જયારે રાજકોટ રેસકોર્સ નજીક જીલ્લા પંચાયત કચેરી નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા જયેશભાઈ ધીરજલાલ કોટેચા (59) રહે. નીરા એપાર્ટમેન્ટ ગાંધીગ્રામ રાજકોટને અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
માળીયા (મીં) ખાતે રહેતા પરીવારની સાત વર્ષની સાનીયા કાદરભાઈ જામ નામની બાળકીને ઝેરી જનાવર કરડી જતા મારબી સીવીલે લાવવામાં આવી હતી. જયારે હળવદના રણજીતગઢ ગામે મારામારીમાં ઈજા પામેલા વિવેક રામગોપાલ (22)ને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.કચ્છ રાપરના ચિત્રોડ ખાતે રહેતા વિમલ નાગજીભાઈ કોળી (19)એ અકળ કારણોસર દવા પી લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. થાનના મોરથરા ગામે રહેતા દેવાભાઈ છગનભાઈ મકવાણા (39)ને મારામારીમાં ઈજા થતા વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.









