મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE





ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા

ટંકારાના ગજડી ગામે જાહેરમાં જુગાની રેકરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસ તેની પાસેથી 91 હજાર રૂપિયા રોકડા અને 25 હજારની કિંમતના પાંચ મોબાઇલ ફોન આમ કુલ મળીને 1,16,000 મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગજડી ગામે જાહેરમાં ચોકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કાનાભાઈ હીરાભાઈ જારીયા (39), હકાભાઇ છગનભાઈ જારીયા (37), રાજેશભાઈ ઉર્ફે લાલાભાઇ દેવાયતભાઈ ડાંગર (37) અને લાલજીભાઈ મેરાભાઈ જારીયા (40) રહે બધા ગજડી, કિશોરભાઈ રૂગનાથભાઈ જીવાણી (50) રહે. બાલાજી એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 301 ઘુનડા રોડ મોરબી, વિપુલભાઈ સવજીભાઈ ઘોડાસરા (46) રહે. ખાનપર, કાનાભાઈ નાગદાનભાઈ કુંભારવાડિયા (34) રહે. નાની વાવડી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 91 હજાર રૂપિયા રોકડા તથા 25 હજાર રૂપિયાની કિંમતના 5 મોબાઇલ ફોન આમ કુલ મળીને 1,16,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News