મોરબી ડો.બાબા સાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ માધાપરવાડી શાળાની મુલાકાત લીધી
મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત
SHARE
મોરબી રોટરી ક્લબની ગવર્નર નિલેશભાઈ શાહએ લીધી મુલાકાત
મોરબીમાં સેવા અને સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રોટરી ક્લબ ઓફ મોરબી ખાતે રોટરી 3060 ના ગવર્નર નિલેશભાઈ શાહની મુલાકાત યોજાઈ હતી. અને આ મુલાકાત દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલેખનીય છે કે, મોરબી ખાતે રોટરી 3060 ના ગવર્નર નિલેશભાઈ શાહની મુલાકાત યોજાઈ હતી. ત્યારે રોટરી ક્લબના સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા આ પ્રસંગે ગવર્નર નિલેશભાઈ શાહે ક્લબ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી. તેમજ સમાજ ઉપયોગી વધુને વધુ સેવાકીય કાર્યો કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓએ ટીબી હોસ્પિટલ, રોટરી નગર, રોટરી વિસામો સહિતના વિવિધ સેવાકીય કાર્યો અંગે પણ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના સભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા.