મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો
SHARE
મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનરો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર અને યોગ પ્રચારક તેમજ જિલ્લા કોર કમિટીના પૂર્વ મેમ્બર મયુર કારીયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડને ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં જણાવ્યુ છેકે, "યોગ બોર્ડમાં જોડાનાર ટ્રેનર મોરબી જિલ્લામાં વ્યક્તિગત પક્ષાપક્ષીનો ભોગ બની રહ્યા છે. મોરબી જીલ્લામાં પદ મેળવવા માટે સારી સારી વાતો કરીને ઉપરી લોકોની હા માં હા મિલાવેલ હોદેદારોએ પૂરી ટીમના હિત માટે આગળ ઊભા રહી ઉપરી સામે જરૂર પડે ત્યારે લડવું જોઈએ.
જીલ્લામાં કહેવાતા કોચ અને કો ઓર્ડીનેટર જેના પક્ષે રહી દમ ભરે છે તેઓને આજે જે પદ મળ્યું હતું કે મળે તેમ છે તેના માટે ડિપ્લોમા કે YCB કરી લેવાની સલાહ અને લાલચ અન્યને પણ મળેલ છે. મોરબીના જૂના ટ્રેનર્સનો ઉપયોગ કરીને પછી જરૂર ન જણાતાં અને અન્ય નવી બેચમાંથી નવા મૂર્ગા શોધવામાં આવ્યા હતા. અને જૂના ટ્રેનર્સને જાકારો આપવામાં આવ્યો હતો. કોઈપના ક્ષેત્રમાં લાલચ કે ભયથી કરાવાતા કામમાં ભલીવાર ન વડે તેવી જ રીતે મોરબી જીલ્લામાં યોગ બોર્ડની ખરાબ હાલત થયેલ છે. મોરબીમાં પોતાના પ્રાઇવેટ ક્લાસ અને અન્ય પ્રવૃત્તિની જાહેરાત માટે યોગ બોર્ડના માધ્યમથી ધંધો કરતા જૂના કોઓર્ડીનેટર કે ઝોનલ બધા ભાગીદારી પેઢી જેમ વર્તે છે.
આગામી ભરતી માટેની જરૂરી લાયકાતની જાણ માનીતા લોકોને પહેલા કરી, અન્ય રાજ્યની યુનિવર્સિટી કે કોલેજમાંથી ઘરે બેઠા ડિગ્રી મેળવી પછી ભરતી વખતે એજ લાયકાત ડિગ્રી બતાવી પદ અપાઈ છે. હાલમાં ખેડૂતોના વિરોધનો સામનો મોરબી જિલ્લામાં મંત્રી અને ધારાસભ્યો કરી રહ્યા છે ત્યારે જ્યારે પદ પર હોઈ ત્યારે માપમાં રહી સાચી રીતે નિષ્પક્ષ અને જાહેરાત આપી યોગ્ય રીતે નવી નિમણુક આપવાની રીત અપનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કર્મચારીગણ અને ચેરમેનને જાણ કરવામાં આવે છે.
નાના બાળકોના સમર કેમ્પ જેવામાં પણ ભષ્ટ્રાચાર કરનાર, બેન દીકરી વિશે ઘસાતું બોલનાર, પરિણીત વ્યક્તિના ચરિત્ર વિશે અફવા ફેલાવનાર અને માત્ર ચમચાગીરી અને ભાગીદારીમાં ભાગ બટાઈ કરી વેંચીને ખાવાની લાયકાત વાળાને મોરબી જિલ્લામાં નિમણુક ન આપવી જોઈએ. કેમ કે, જિલ્લાના યોગ કાર્ય વિસ્તાર માટે પાંચયા ભારનું પણ સારું ન કરી શકનારને ફરી નિમણુક ન આપવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરેલ છે. અને મોરબી જિલ્લામાં અયોગ્ય હોય તેને જાકારો આપવામાં આવે તેવી માંગ કરી છે.