મોરબી નજીકથી 315 બોટલો દારૂ ભરેલ ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા: 8.75 લાખનો મુદમાલ કબ્જે મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત વાંકાનેરના રાતીદેવરી ગામે પિતાની દુકાનના પગથીયા પાસે બેઠેલા વૃદ્ધને પથ્થરના ઘા ઝીકયા મોરબી અને પીપળીમાં જુગાની 2 રેડમાં 4 મહિલા સહિત કુલ 8 પકડાયા મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત
Breaking news
Morbi Today

મોરબી અને પીપળીમાં જુગાની 2 રેડમાં 4 મહિલા સહિત કુલ 8 પકડાયા


SHARE





મોરબી અને પીપળીમાં જુગાની 2 રેડમાં 4 મહિલા સહિત કુલ 8 પકડાયા

મોરબીના પીપળી ગામે કોમ્પલેક્ષ નજીક જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે એક મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ અક્ષર પાર્ક સોસાયટીમાં શિવમ પેલેસ પાસે જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ત્રણ મહિલાઓ જુગાર રમતા મળી આવી હોય પોલીસે જુગારના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં સીસમ સીરામી કારખાના તરફ જવાના રસ્તા ઉપર આવેલ કોમ્પલેક્ષમાં મોમાજી મોબાઈલની આગળના ભાગમાં પતરા નીચે જુગાર રમતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અરવિંદભાઈ બાબુભાઈ સોમાણી રહે. રામવિલા સીસાયટી પીપળી, પારસભાઈ કનુભાઈ વરાણીયા રહે. રામવિલા સોસાયટી પીપળી, નિલેશભાઈ મનસુખભાઈ વડાલીયા રહે. મારુતિ પાર્ક સોસાયટી પીપળ, મકસુદભાઇ મોમદભાઇ નકુમ રહે. જુના બસ સ્ટેશન પાસે મોરબી અને ચેતનાબેન નવીનભાઈ વાઢેર રહે. લાયન્સ નગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 71,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યાંથી રશ્મિતાબેન મેહુલભાઈ ભીમાણી રહે. અક્ષર પાર્ક સોસાયટી શિવમ પેલેસ મોરબી, પુરીબેન વસંતભાઈ કસુન્દ્રા રહે. વૃંદાવન પાર્ક તન સ્રુતી હાઇટ્સ મોરબી અને વર્ષાબેન મહેન્દ્રભાઈ રાજપરા રહે. અવની ચોકડી સુભાષનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે




Latest News