મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે


SHARE





મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે

શક્તિપીઠ અંબા ધામમાં ભાદરવી પૂનમે શીશ ઝૂકાવવા માટે દેશ અને દુનિયામાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે તેવી જ રીતે મોરબીથી છેલ્લા 28 વર્ષથી શ્રી અંબિકા પદયાત્રા સંઘ અંબાજી જાય છે અને તેની સાથે ઘણા લોકો જોડાય છે 

આ વર્ષે તા 15 ને મંગળવારે અંબાજી માતાજીના ધામ સુધી જવા માટેની પદયાત્રા શરૂ કરવામાં આવશે અને આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા દ્વારા કરવામાં આવે છે. વધુમાં આયોજકે જણાવ્યુ છે કે, તા. 15 ના રોજ સવારે માઈ ભક્તોની મોટી સંખ્યામાં વાજતે ગાજતે જય અંબેના નાદ સાથે મોરબીથી સંઘ સાથે રવાના થશે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા અને મેડીકલ સહિતની સુવિધાઓ સાથે પદયાત્રા સંઘ રવાના થશે સેવાગણમાં હર્ષદભાઈ મેરજા, સતીષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા તથા રથના સારથી મેહુલભાઇ નારણીયા અને કાંતિભાઇ બાપોદરિયા તેમજ રસોડા વિભાગમાં હિતેશભાઈ નાગપરા, જયદીપભાઇ હડિયલ, યોગેશભાઈ ઠોરીયા અને જય અંબે પરિવાર દર વર્ષની જેમ સેવાકાર્યમાં જોડાયેલ છે




Latest News