મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં જુદાજુદા ટ્રેકટરોમાંથી 6 બેટરીની ચોરી


SHARE





















મોરબીના વીસીપરા વિસ્તારમાં જુદાજુદા ટ્રેકટરોમાંથી 6 બેટરીની ચોરી

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેનું ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યું હતું તેના ટ્રેકટરમાંથી અને અન્ય ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી 42 હજાર રૂપિયાની કિંમતની છ બેટરીની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર શેરી નં-1 રોહીદાસ પરામાં રહેતા ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા (36)એ અજાણ્ય શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓએ પોતાના ઘર નજીક પોતાનું ટ્રેક્ટર પાર્ક કરીને મૂક્યું હતું તેમાંથી બેટરીની ચોરી કરવામાં આવેલ છે તે ઉપરાંત અલગ અલગ ટ્રેક્ટરમાંથી કુલ મળીને છ બેટરી જેની કિંમત 42 હજાર રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગળાફાંસો ખાવાનો કર્યો પ્રયાસ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ઇમરાન કાસમભાઇ જીંગીયા (20) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામા આવી હતી

દવા પી જતાં સારવારમાં

મોરબીના શક્તિનગર રવાપર નદી ગામે શોભનાબેન દિનેશભાઈ (43) નામના મહિલાએ કોઈ કરણસર દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જયારે મોરબીના રાજપર ગામે રહેતા સુરેશભાઈ પસરાભાઈ (18) નામનો યુવાન કોઈપણ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે 

અકસ્માતમાં ઇજા

મોરબીના લખધીરપૂર રોડે રહેતા મેઘરાજભાઈ બંસીલાલ યોગી (35) નામના યુવાનને લખધીરપુર રોડ ઉપર અનમોલ સીરામીક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે










Latest News