મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
SHARE
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા જીલ્લાની પાંચ અલગ અલગ સરકારી સ્કૂલ કે જ્યાં શ્રમીકોના સંતાનો અભ્યાસ માટે આવે છે તેઓને છેલ્લા ત્રણ વર્ષથી અલગ અલગ ગિફ્ટ જેમ કે, લંચબોક્સ, પાણીની બોટલ આપવામાં આવી હતી જો કે, આ વર્ષે ક્લબ મેમ્બર્સ દિનેશભાઇ વિડજા અને કીર્તિભાઇ રવાણીએ ક્લબને ડોનેશન આપ્યું હતું અને બંને તરફથી બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા આ સ્કૂલ બેગ મોરબીની જુદીજુદી શાળાના કુલ મળીને 1120 બાળકોને આપવામાં આવેલ છે. અને આ સ્કૂલ બેગ બાળકોને તેઓના જન્મ દિવસે આપવામાં આવશે. આ પ્રોજેક્ટમા બધા ક્લબ મેમ્બર્સ અને સરકારી સ્કૂલના આચાર્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન ડો.રવિન્દ્રભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી અલ્પેશભાઈ પુજારાએ કર્યું તેમજ બધાનું સ્વાગત પ્રમુખ સચિન કોટેચાએ કર્યું હતું અને આભારવિધિ ટ્રેઝરર જશવંતભાઈ મીરાણીએ કરી હતી.