મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો
SHARE
મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના મકનસર ગામ પાસે આવેલ કૃષ્ણ વિજય નળિયાના કારખાના પાસે સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને એક નીકળ્યો હતો જેને એસઓજીની ટિમ દ્વારા રોકવામાં આવેલ હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી તેમજ તેની પાસે રહેલ બાઈકના કાગળ માંગવામાં આવ્યા હતા ત્યારે આ શખ્સ પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે બાઈકના ચેસીસ અને એન્જિન નંબર આધારે ચેક કરતા બાઈકના નંબર જીજે 13 બીસી 9932 હોવાનું સામે આવ્યું હતું અને બાઈક ચોરી કે છળકપટથી મેળવ્યૂ હોય શંકપડતી મિલકત તરીકે બાઇકને કબ્જે કરવામાં આવ્યું હતું અને હાલમાં પોલીસે આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ બોહકિયા રહે. વાવડી તાલુકો થાનગઢ વાળાની અટકાયત કરી છે અને 40,000 નું બાઈક તથા આરોપી બંને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે