મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો
SHARE
મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો
મોરબી નજીક આવેલ મચ્છુ - 3 ડેમ 100 ભરાઈ ગયો છે જેથી કરીને આજે સવારે ડેમ નો 1 દરવાજો 4 ઇંચ ખોલવામાં આવ્યો છે જો કે, ડેમનો દરવાજો ખોલતા પહેલા મોરબી અને માળીયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
મોરબીનો મચ્છુ - 3 ડેમ પહેલા જ વરસદમાં ઓવરફ્લો થઈ ગયો હતો જો કે, છેલ્લે દિવસોમાં ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે ડેમમાં પાણીની આવક થવા લાગી હતી જેથી મચ્છુ-3 ડેમમાં પાણીનું લેવલ જાળવી રાખીને સિંચાઇ વિભાગ દ્વારા આજે સવારે ડેમનો 1 દરવાજો 4 ઇંચ ખોલીને ડેમમાંથી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે જો કે, પાણી છોડતા પહેલા મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા (મી)ના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા મિયાણા, હરિપર અને ફતેપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા નદીના પટમાં કોઈને અવરજવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી હતી.