મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ મોરબી શહેર ભાજપના માજી પ્રમુખના નિવાસસ્થાને પ્રધાનમંત્રીના જન્મ દિવસ નિમિતે મંત્રીની હાજરીમાં મહાઆરતી યોજાઇ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો સાંસદ સ્ટાર્ટઅપ યોજનાનું આયોજન મોરબીમાં વડાપ્રધાનનાં જન્મ દિવસે વિજ્ઞાનનાં પ્રસાર માટે નેશનલ સાયન્સ મ્યુઝિયમ દ્વારાં નેશનલ સાયન્સ સેમીનાર યોજાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે મોરબીના મણિમંદિર ખાતે મંત્રીની હાજરીમાં આશિર્વાદના દિવડાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને સસ્તામાં કોપરનો ભંગાર દેવાનું કહીને 15.98 લાખની ઠગાઇના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 10.50 લાખની રિકવરી


SHARE





મોરબીમાં યુવાનને સસ્તામાં કોપરનો ભંગાર દેવાનું કહીને 15.98 લાખની ઠગાઇના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 10.50 લાખની રિકવરી

મોરબીમાં ભંગારનો ડેલો ધરાવતા યુવાન અને તેના ભાગીદારને કોપરનો ભંગાર સસ્તામાં આપવાનું કહીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓની પાસેથી બેન્ક એકાઉન્ટમાં 15,98,720 મેળવી લેવામાં આવ્યા હતા જોકે, યુવાનને કોપરનો ભંગાર આપવામાં આવ્યો ન હતો જેથી યુવાને ઠગાઈની ફરિયાદ કરી હતી જે ગુનામાં મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે 4 આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 10.50 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી ત્યાર બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામે ઘુટુ રોડ ઉપર આઈટીઆઈની બાજુમાં આવેલ તુલસી પાર્કમાં રહેતા હરિલાલ વિરુજી ગુર્જર (42)એ મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે. મોરબી, ઇરફાનભાઇ રહે. નાના ખીજડીયા ટંકારા, કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટ નંબર 9050354347 ના ધારક તેમજ ઈમ્તિયાઝભાઈ, મયુરભાઈ અને તપાસમાં ખુલે તેની સામે ઠગાઈની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યું હતું કે મહેન્દ્રનગર ગામ પાસે ફરિયાદીનો ભાગીદારીમાં ભંગારનો ડેલો આવેલ છે અને ત્યાર તેઓ ભંગારની લે વેચનો ધંધો કરે છે જો કે, આરોપીઓએ એકબીજા સાથે મળીને કાવતરું કર્યું હતું અને આરોપી નિતેશભાઇ તથા ઇરફાનભાઇએ અન્ય આરોપીઓના એજન્ટ બનીને ફરિયાદી તથા સાહેદ અંકિતભાઈને કોપરનો ભંગાર સસ્તામાં વેચાણ આપવા માટે વિશ્વાસમાં લીધેલા હતા અને ફરિયાદી અને સાહેદ પાસેથી કુલ 15,98,720 રૂપિયા કોપરનો ભંગાર આપવા માટે મેળવી લીધા હતા ત્યારબાદ કોપરનો ભંગાર આપ્યો ન હતો અને યુવાન તેમજ તેના ભાગીદારની સાથે ઠગાઈ કરી હતી જેથી યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટીમે આરોપી નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે. ઇન્દિરાનગર મોરબી, ઇરફાનભાઇ કાસમભાઈ ઉઠમણા રહે. નાના ખીજડીયા ટંકારા, કમલેશભાઈ જગજીવનભાઈ સિંદલ રહે. દેવ પાર્ક સર્વોપરી સ્કૂલની બાજુમાં મહેન્દ્રનગર અને વાહીદ આદમભાઇ ઠેબા (30) રહે. નાના ખીજડીયા તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન આરોપી પાસેથી પોલીસે 10.50 લાખ રૂપિયાની રિકવરી કરી હતી અને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News