મોરબીના કલેક્ટરે રાજપર(કું) ગામે ભૂમિ સીમાંકન તથા કુંતાસી ગામે સ્વામિત્વ યોજનાની કામગીરીની સમીક્ષા કરી મોરબીના આંદરણા ગામે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ મોરબીના રંગપર ગામે ૪૭૨ બોટલ સાથે એક ઝડપાયો, માલ આપનારની શોધખોળ ચાલુ માળીયા (મી)માં મહાદેવ મંદિરે આશીર્વાદ કા દિયા કાર્યક્રમ યોજાયો, ૩૦૦૦ દીવડાઓથી બગીચો ઝળહળી ઊઠ્યો મોરબીની ભારતી વિધાલય માં વિધાર્થી મંત્રી મંડળની ચૂંટણી અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીના ગોર ખીજડીયા ગામે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આરતીનો કાર્યક્રમ યોજાયો મોરબીના રવાપરથી જડેશ્વર રોડમાં ઘુનડા ગામે બાયપાસ રોડના ડીમોલીશનમાં ભેદભાવ અંગે રજૂઆત હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળતા લોકોમાં ભારે કુતૂહલ
Breaking news
Morbi Today

સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો સાંસદ સ્ટાર્ટઅપ યોજનાનું આયોજન


SHARE





સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો સાંસદ સ્ટાર્ટઅપ યોજનાનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો સાંસદ સ્ટાર્ટઅપ યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવા પેઢી પોતાની ક્ષમતા અને હિમંતથી વધુને વધુ આર્થિક ઉપાર્જન કરીને પોતાનો વ્યવસાય કરે એવો સ્ટાર્ટઅપ સેમીનારનું ભુજ ટાઉનહોલ મધ્યે આયોજન થયું હતું. સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે જેમાં
બહોળી સંખ્યામાં યુવાનો કોલેજીયનો, વિધાર્થી, વિધાર્થીનીઓ જોડાયા હતા.૧૧૦૦ થી વધુ યુવાનો વિધાર્થીઓએ આ સિમિનારમાં ભાગ લેવા ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જયારે કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ
યુવાનો, વિધાર્થીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા.યુનિવર્સિટી, કોલેજો, બેન્કિંગ ક્ષેત્ર તથા જિલ્લા ઉધોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી સ્ટાર્ટઅપ યોજનાની ઉપયોગિતા દર્શાવતા ઉદ્દબોધન અને ટાઉન હોલ, મધ્યે પ્રદર્શની સ્ટોલ દ્વારા સમજ, સ્વરોજગાર માટે લોન કેવી રીતે મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.આયોજનાનો લાભ શરૂ કરવા ઉત્સુક લોકોને મંજૂરીના પ્રમાણપત્રો આપ્યા હતા.યુવાનોએ પોતાના અનુભવો શેર કર્યા હતા.પધારેલ મહાનુભાવો સન્માન અને આભાર દર્શન કરવામાં આવ્યું હતું.

ત્યારે સાંસદએ જણાવહ્યું હતું કે, ૨૫ વર્ષની સેવા, સુશાસન અને પારદર્શિતાના સહભાગી દેશને નવી ગતિ, નવી દિશા અને નવી વ્યવસ્થાના ઊર્જા સ્ત્રોત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ૭૬ માં જન્મદિને તેમને દીર્ઘાયુ યશસ્વી અને દેશ સેવાના સંકલ્પને બળ અમે તેમ હાર્દિક શુભકામના પાઠવી હતી.કાર્યક્રમ દરમ્યાન સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ  દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, કચ્છ કલેકટર અનિલભાઈ રાણાવસીયા , એસ.પી. વિકાસ સુંડા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોલ, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીશભાઈ ભંડેરી, દેવરાજભાઈ ગઢવી, દિલીપભાઇ ત્રિવેદી, વકતા કનૈયા સિન્હા, ડો. વિજય રામ, કનિષ્ક શાહ, જગદીશ કોટરીવા, ચિરાગ કોઠારી, ભૌમિક શાહ, પ્રિતેશ અગ્રવાલ, પ્રતિકકુમાર જોશી, તથા બેન્ક/લીડ બેન્કના અધિકારીઓ, જિલ્લા ઉધોગ કેન્દ્ર/જિલ્લા ગ્રામવિકાશ એજન્સીના અધિકારીઓ, કોલેજ-ITI તથા યુનિવર્સિટી ના અધિકારીઓ, તથા અન્ય કાર્યકર્તાઓ માં નગરપાલિકા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, મોહનભાઇ ચાવડા, મનીશભાઈ બારોટ, વિરમભાઇ આહીર, મયુરસિંહ જાડેજા,રીતેનભાઈ ગોર, નરેશભાઇ મહેશ્વરી, અલ્પેશભાઈ પટેલ, શક્તિસિંહ ઝાલા ધવલરાજ સોલંકી, દીપકભાઈ ડાંગર,દિનેશભાઇ ઠક્કર, હિતેશભાઈ ગોસ્વામી, યોગેશભાઈ ત્રિવેદી, મયંકભાઈ રૂપારેલ, પ્રકાશભાઈ મહેશ્વરી, પ્રકાશભાઈ પટેલ, ગોકુળભાઈ ડાંગર, નરેશભાઇ પટેલ,રાજેશભાઇ પલણ, જયંતભાઈ ઠક્કર, અશોકભાઇ હાથી, મસરૂભાઈ રબારી, હિરેનભાઈ રાઠોડ, તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા




Latest News