મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં આઠ નવી કમિટીઓ બની !?: બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન


SHARE











મોરબી પાલિકામાં આઠ નવી કમિટીઓ બની !?: બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન

 મોરબી નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં આ વખતે નગરપાલિકા અંદર નવી આઠ કમિટીઓની રચના કરવામાં આવી છે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પાલિકાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા છે ત્યાર બાદ મોટાભાગના ઉમેદવારોએ માલદાર અને મોભાદાર કમિટીના ચેરમેન બનવા માટે થઈને પ્રયત્ન કર્યા હતા જોકે તમામ લોકોને સંતોષ આપી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી આ વખતે નવી આઠ કમિટીઓની રચના મોરબી પાલિકાની અંદર કરવામાં આવી છે જેમાં સમાજ કલ્યાણ કમિટી, મોક્ષધામ કમિટી, અમૃતમ યોજના કમિટિ, મહિલા કમિટી, એનયુએમએલ કમિટી, વાંચનાલય પ્રવૃત્તિ કમિટી, પસંદગી સમિતિ અને એનિમલ બર્ડ કમિટીનો સમાવેશ થાય છે આ નવી સમિતિઓના સમાવેશ સાથે કુલ ૨૫ કમિટીઓની રચના મોરબી નગરપાલિકાની અંદર કરવામાં આવી છે

બોર્ડમાં કોમી એકતાના થતાં દર્શન

મોરબી પાલિકાની સામાન્ય સભાની બેઠકમાં જુદા-જુદા ચૂંટાયેલા સભ્યો દ્વારા તેઓના વિસ્તારની અંદર વિકાસ કામો અને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કામો લેવામાં આવ્યા હતા તેને એક જ ઝાટકે મંજુર કરવામાં આવેલ છે ત્યારે આ બોર્ડ બેઠકની અંદર કોમી એકતાના દર્શન થયા હતા મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૭ ના ચૂંટાયેલા સભ્ય આસિફભાઇ રહિમભાઈ ઘાંચી દ્વારા રામચોક થી વાઘપરાના નાલા સુધીના રસ્તાને “સ્વામી વિવેકાનંદ” રોડ નામ આપવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News