મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

“ઓલ ઈઝ વેલ”: મોરબી પાલિકાની સામાન્ય સભામાં ૬૫ એજન્ડા સર્વાનુમતે મંજૂર, ૨૫ કમિટીઓના ચેરમેનોની નિમણૂક


SHARE











ઓલ ઈઝ વેલ”: મોરબી પાલિકાની સામાન્ય સભામાં ૬૫ એજન્ડા સર્વાનુમતે મંજૂર, ૨૫ કમિટીઓના ચેરમેનોની નિમણૂક

 મોરબી નગર પાલિકાના ટાઉન હોલમાં પ્રમુખના અઘ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી જેની અંદર જુદા જુદા વિકાસકામોના એજન્ડા લેવામાં આવ્યા હતા અને આ એજન્ડાને કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર “ઓલ ઈઝ વેલ” ની જેમ એક જ ઝાટકે ૬૨ એજન્ડા તેમજ પ્રમુખ સ્થાનેથી ત્રણે એમ કૂલ મળીને ૬૫ એજન્ડાને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તૂરત જ મોરબી નગરપાલિકાના ૨૫ કમિટીઓના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી અને બોર્ડની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી

મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમારની અધ્યક્ષતામાં પાલિકાના ટાઉન હોલ ખાતે સામાન્ય સભાની બેઠક કરી હતી જેની અંદર પાલિકાના ૫૨ સભ્યોમાંથી ૫૧ સભ્યો હાજર રહ્યા હતા અને એક સભ્યોએ પોતાનો રજા રિપોર્ટ મૂક્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું અને આ બેઠકની અંદર મોરબીના જુદાજુદા વિસ્તારની અંદરથી સ્ટ્રોમ વોટર (વરસાદી પાણી)ના નિકાલ માટે થઈને કામગીરી મંજૂર કરવામાં આવેલ છે તેમજ લાતી પ્લોટ સહિતના વિસ્તારોની અંદર રોડ રસ્તા, સ્ટ્રીટ, સફાઈ સહિતના કામ માટે જે એજન્ડા લેવામાં આવ્યા હતા તેને મંજૂર કરવામાં આવેલ છે તેમજ મોરબી પાલિકાના જુદા જુદા ૧૩ વોર્ડની અંદર સ્થાનિક ચૂંટાયેલા સભ્યો દ્વારા રોડ બનાવવા માટે થઈને જે કામ મૂકવામાં આવ્યા હતા તેને પણ મંજૂર કરવામાં આવેલ છે આમ ૬૨ એજન્ડા અને પ્રમુખ દ્વારા અધ્યક્ષ સ્થાનેથી વધુ ત્રણ એજન્ડા લેવામાં આવ્યા હતા જે તમામ ૬૫ એજન્ડા સામાન્ય સભાની બેઠકમાં કોઈ પણ પ્રકારની ચર્ચા વગર “ઓલ ઈઝ વેલ” થીમને અનુસરીને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા

જે એજન્ડાને મંજૂર કરવામાં આવેલ છે તેમાં ગેરેઝ વિભાગ દ્વારા ચાર વેક્યૂમ મશીન, રોશની વિભાગ દ્વારા ચાર રિપેરીગ કામ માટેના ઘોડા, પ્રિમોન્સુન કામગીરી કરવા માટે ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના ૧૬૦૦ પૈકીના બાકી રહેતા ૯૨૦ મકાન વજેપર ગામના સરકારી ખરાબમાં બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી જેને પણ મંજૂર કરવામાં આવેલ છે તેમજ જુદા જુદા વિસ્તારોની અંદર સી.સી.રોડ, સ્ટ્રીટ લાઈટ સહિતના કામોને એક ઝાટકે મંજૂર કરવામાં આવેલ છે ત્યારે આગામી દિવસોમાં મોરબી નગરપાલિકાની અંદરથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે જે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તેનાથી લોકોની પીડાઓ ખરેખર દૂર થશે કે કેમ તે પ્રશ્ન છે.

મોરબી ટુડે માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ




Latest News