હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
SHARE
હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
હળવદના દેવીપુર ગામે રહેતી યુવતીને જુના કારખાને મજૂરી કરવા માટે થઈને જવું હતું જો કે તે બાબતે યુવતીને તેના પિતાએ ઠપકો આપ્યો હતો જેથી યુવતીને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે બાથરૂમમાંગળાફાંસો ખાઈ લીધો હતો જ્યારે મોરબી નજીકના નીચે માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કારતરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી ધરી છે
હળવદ તાલુકાના દેવીપુર (સુખપુર) ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ લાલજીભાઈ દેકાવાડીયાની 18 વર્ષની દીકરી દિવ્યાબેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવતીના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવતી તેના પિતા સાથે તેઓની ગાડીમાં મજૂરી કામે કારખાનામાં જતી હતી અને તેના પિતાએ કારખાનું બદલાવ્યું હતું અને મજૂરી કામ માટે થઈને નવા કારખાને જવાનું હતું જો કે, યુવતીને જૂના કારખાને મજૂરી કરવી હોય જે બાબતે તેણે પોતાના પિતાને વાત કરી હતી ત્યારબાદ યુવતીને તેના પિતાએ ઠપકો આપ્યો હતો જે બાબતે યુવતીને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબીના નીચીમાંડલ ગામ પાસે આવેલ સેગા ગ્રેનીટો સિરામિક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા અમિતભાઈ રામસેવક (25) નામના યુવાને કોઈપણ કારણોસર લેબર ક્વાર્ટરની અંદર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી