મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત


SHARE































મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત

મોરબીમાં નગર દરવાજા ચોક પાસે આવેલ મોબાઈલની દુકાનમાં એસઓજી ની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી 40 જેટલા મોબાઈલ ફોન શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા અને મોબાઈલ ફોનના કોઈપણ જાતના આધાર પુરાવા દુકાનદાર પાસે હતા નહીં જેથી શંકાસ્પદ મોબાઈલ ફોન કબજે કરીને દુકાનદારને પકડવામાં આવેલ છે અને હાલમાં મુદ્દામાલ તથા દુકાનદાર બંનેને મોરબી એ ડિવિઝન હવાલે કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એસઓજી ની ટીમ દ્વારા મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ શ્રી ખેતેશ્વર મોબાઈલ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી અલગ અલગ કંપનીના 40 જેટલા મોબાઈલ ફોન બિલ કે આધાર પુરાવા વગર મળી આવ્યા હતા અને દુકાનદાર પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને મોબાઈલ અંગેના કોઈ પુરાવા મળ્યા ન હતા જેથી ચોરી કે છળકપટથી મેળવેલા 40 જેટલા મોબાઈલ ફોન જેની કિંમત બે લાખ રૂપિયા થાય છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા બીએનએસની કલમ 106 (1) હેઠળ કબજે કરવામાં આવ્યો હતો અને દુકાનદાર દિનેશભાઈ ભમરારામ પુરોહિત રહે. હાલ લક્ષ્મીનગર સામે ટ્રાન્સપોર્ટનગરમાં શિવ શક્તિ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મોરબી મૂળ રહે. રાજસ્થાન વાળાને પકડીને મુદ્દામાલ સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.












Latest News