ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત મોરબીના જેતપર ગામે વડપ્રધાન-કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે મહિલાઓ સહિત 21 આંદોલનકારી ખેડૂતો સામે ગુનો નોંધાયો હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી માળીયા (મી)ના ખાખરેચી ગામ પાસે કારખાનામાંથી 268 મીટર કોપર કેબલ વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE





મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

હાલમાં સમગ્ર દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરની કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદારનગર સોસાયટીમાં 5 ફ્લેટ સમૂહ દ્વારા ગણપતિ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. ખાસ કરીને શિક્ષિત લોકો પણ આનો ભોગ બનતા હોય સાયબર અવેરનેસ, વિવિધ ડિજિટલ સાઇટ, મોબાઇલ એપ્લિકેશન, Ai ટૂલ્સ ના ઉપયોગ દરમિયાન રાખવાની સાવધાની આ ઉપરાંત ઘટના બન્યા બાદ સાયબર પોલીસનો સંપર્ક કરવા જેવી બાબતોને લઈને મોરબી જિલ્લા પોલીસના સાયબર સેલના પીએસઆઈ ગૌરાંગભાઈ ગઢવી અને સહકર્મચારી અમિતભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સનાતન હિન્દુ ઇકોનોમિક સમિતિના સભ્યો દ્વારા સનાતન સંસ્કૃતિ, સંસ્કાર, સુરક્ષા, સહયોગ અને સમાજ જાગરણના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને બાળકો માટે પણ ખાસ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરા આધારિત પ્રશ્ન મંચનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.




Latest News