મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE































મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

હાલમાં સમગ્ર દેશભરમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરની કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદારનગર સોસાયટીમાં 5 ફ્લેટ સમૂહ દ્વારા ગણપતિ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. ખાસ કરીને શિક્ષિત લોકો પણ આનો ભોગ બનતા હોય સાયબર અવેરનેસ, વિવિધ ડિજિટલ સાઇટ, મોબાઇલ એપ્લિકેશન, Ai ટૂલ્સ ના ઉપયોગ દરમિયાન રાખવાની સાવધાની આ ઉપરાંત ઘટના બન્યા બાદ સાયબર પોલીસનો સંપર્ક કરવા જેવી બાબતોને લઈને મોરબી જિલ્લા પોલીસના સાયબર સેલના પીએસઆઈ ગૌરાંગભાઈ ગઢવી અને સહકર્મચારી અમિતભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે સનાતન હિન્દુ ઇકોનોમિક સમિતિના સભ્યો દ્વારા સનાતન સંસ્કૃતિ, સંસ્કાર, સુરક્ષા, સહયોગ અને સમાજ જાગરણના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને બાળકો માટે પણ ખાસ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરા આધારિત પ્રશ્ન મંચનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોએ જહેમત ઊઠાવી હતી.












Latest News