મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત મોરબીના જેતપર ગામે વડપ્રધાન-કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે મહિલાઓ સહિત 21 આંદોલનકારી ખેડૂતો સામે ગુનો નોંધાયો હળવદના ચરાડવા નજીક ગોડાઉનમાંથી 10.64 લાખના 280 મણ જીરુંની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ


SHARE





મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ

ખેડૂતોને તેઓની ઉત્પાદિત ખેત જણસોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મગફળી માટે રૂ. ૭,૫૧૭, મગ માટે રૂ. ૮,૭૮૦, અડદ માટે રૂ. ૮,૨૦૦ તથા સોયાબીન માટે રૂ. ૫,૭૦૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી તા. ૧૦-૦૯-૨૦૨૬ થી તા. ૦૯-૧૦-૨૦૨૬ સુધીના ૩૦ દિવસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વિનામૂલ્યે VCE મારફતે કરવામાં આવી રહી છે. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલ છે. ફાર્મર રજીસ્ટ્રેશન ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી L1 POS Machine મારફતે થમ્બ પ્રિન્ટ/ ફેસિયલ ઓથેન્ટીકેશન દ્વારા બાયોમેટ્રિક આધાર ઓથેન્ટીકેશન થકી કરવામાં આવશે. આ નોંધણી ભારત સરકારશ્રીના PM-AASHA Procurement Portal ( https://esamridhi.da.gov.in )પર કરવામાં આવી રહી છે. વધુમાં, ટેકાના ભાવે ખેત જણસનું વેચાણ કરવા માટે નોંધણી કરાવતી વખતે ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ આવરી લેવામાં આવેલા તમામ સર્વે નંબરોનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવામાં આવનાર છે. જેથી ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેઓએ સમયસર ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી તેમાં પોતાના તમામ સર્વે નંબરોનો સમાવેશ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે. મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓને સરકારની ટેકાના ભાવે ખરીદી યોજનાનો લાભ મેળવવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં અનુરોધ કરવામાં આવે છે.




Latest News