મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી જિલ્લાભરમાં અંદાજે ૩૦ જેટલા “સેવા સેતુ” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમ્યાન ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ, યોજનાઓ તથા જરૂરી અરજીઓ અંગેની કામગીરી એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ટીંબડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં ધરમપુર, ટીંબડી, કેરાળા, હરીપર, લક્ષ્મીનગર, ભક્તિનગર, શક્તિનગર, રવાપર નદી, ભરતનગર, અમરનગર, નવા સાદુળકા તથા જુના સાદુળકા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સ્થળ પર જ જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આથી સંબંધિત ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો હતો. આ પ્રસંગે મોરબીના ટીડીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, ટીંબડી તલાટી-કમ-મંત્રી, શાળાના આચાર્ય તેમજ ICDS, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધેલ હતો.