મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું


SHARE







મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું

મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થાય તેમજ સેજા કક્ષાએ મહેસુલી સેવાઓ માટે અરજદારો અને ગ્રામજનોને સરળતાથી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર મહેસુલી તલાટીઓની હાજરી તથા કામગીરીનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે. નક્કી કરવામાં આવેલ સમયપત્રક મુજબ તમામ મહેસુલી તલાટીઓ સોમવારથી બુધવાર સુધી તેમના સેજાના મુખ્ય મથક ખાતે હાજર રહી ફરજ બજાવશે.

ગુરુવારના રોજ તમામ મહેસુલી તલાટીઓ *સંબંધિત મામલતદાર કચેરી ખાતે હાજર રહી બેઠકમાં હાજર રહેશે.

તદુપરાંત, શુક્રવાર અને શનિવારના રોજ મહેસુલી તલાટીઓ તેમની સેજામાં સમાવિષ્ટ ગામોમાં ક્ષેત્રિય કામગીરી કરશે અને સ્થળ પર જઈ જરૂરી મહેસુલી કામગીરી હાથ ધરશે. આ વ્યવસ્થાના પરિણામે સેજાના મુખ્ય મથક ખાતે મહેસુલી તલાટીઓની નિયમિત હાજરી સુનિશ્ચિત થવાથી ગ્રામજનોને વિવિધ મહેસુલી સેવાઓ, અરજીઓ તથા અન્ય મહેસુલી કામગીરી માટે જરૂરી માર્ગદર્શન અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. સાથે જ ગામડાઓમાં ક્ષેત્રિય કામગીરીને પણ વધુ અસરકારક બનાવી શકાશે. ઉક્ત સમયપત્રક મુજબ તમામ મહેસુલી તલાટીઓએ પોતાની ફરજ અને કામગીરી નિયમિતપણે તથા સમયબદ્ધ રીતે બજાવવાની રહેશે.તેમ જિલ્લા કલેક્ટર કચેરી, મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News