મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ
Breaking news
Morbi Today

મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ


SHARE







મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ

મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ ખાણી પીણીની દુકાનો અને હોટલોમાં સમયાંતરે મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં 90 જેટલા સ્થળોએ ચેક કર્યું હતું ત્યારે નાસ્તાની દુકાન, હોટેલ અને ફરસાણની દુકાનોમાંથી વાસી ખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો.

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ, નવા બસ સ્ટેન્ડ, શનાળા રોડ, રવાપર રોડ, નાની વાવડી, એસપી રોડ, મહેન્દ્રનગર ચોકડી, નગર દરવાજા આસપાસ ફૂડ વિભાગની ટીમે 90 સ્થળે ચેકિંગ કર્યું હતું જેમાંથી 12 સ્થળે લાયસન્સ ન હોવાનું સામે આવતા આસામીને નોટિસ આપવામાં આવી હતી તેમજ અખાદ્ય વાસી બ્રેડના 3 પેકેટ, 1 કિલો વાસી ચટણી, 2 કિલો વાસી કચોરી, 2 કિલો ભાત, 4 કિલો મંચુરિયન, ગુલાબજાંબુ, 2 કિલો ફ્રેંચ ફ્રાઈસ, ફ્રેન્કી વિગેરે વાસી ખાદ્ય સામગ્રી તેમજ 6 છાસની થેલી અને 10 દૂધની થેલીનો નાશ કર્યો હતો.




Latest News