ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો


SHARE







ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીના વાવડી રોડ ઉપર છુપાયેલ હોવાની ચોક્કસ હકીકત મોરબી જિલ્લા એસોજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને આરોપીને પકડી લીધેલ છે અને હાલમા આરોપીને મોરબી એ ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે અને ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે આરોપી મળી આવેલ હોવાની જાણ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એસજીના પીઆઈ આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ એમડીપીએસના ગુનામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપી રતનભાઇ ચુણા મોરબીના વાવડી રોડ ઉપર છુપાયેલ હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી અને વાવડી રોડે આવેલ કે.જી.એન. સોસાયટીની પાછળ ઝૂપડામાંથી આરોપી રતનભાઇ મૂળજીભાઈ ચુણા (59) રહે. હાલ વાંકાનેર ભાટિયા સોસાયટી મૂળ રહે ગાંધીધામ ગણેશ નગર સેક્ટર 7 પ્લોટ નંબર 87 વાળાને ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીએ મોરબી એ ડિવિઝન ખાતે સોંપીને ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.




Latest News