મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં


SHARE





















મોરબીના રવાપર ઘુનડા રોડે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર સનાળા ચોકડી ત્રણ રસ્તા પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં અવની પાર્કની સામે જોધાણીની વાડી સોભાકુજ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા ગુણવંતભાઈ દેવશીભાઈ ચાવડા (40) એ કાર નંબર જીજે 36 એએલ 6406 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રવાપર ઘુનડા રોડ ઉપર સનાળા ચોકડી ત્રણ રસ્તા પાસેથી ફરિયાદી તેનું બાઇક નંબર જીજે 3 એફએમ 5225 લઈને જઈ રહ્યા હતા ત્યારે તેઓની સાથે બાઈક ઉપર બીપીનભાઈ પણ બેઠેલા હતા ત્યારે કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદી રસ્તા ઉપર નીચે પટકાતા તેને મોઢાના ભાગે તથા ડાબી આંખની ઉપરના ભાગે અને નાકમાં ગંભીર ઇજા થઈ હતી તેમજ બીપીનભાઈને પણ ડાબી આંખ પાસે ઈજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવેલ હત અને સારવાર લીધા બાદ ગુણવંતભાઈએ  નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર
વાંકાનેરના આણંદપરથી પાડધરા ગામ જવાનો રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જયેશભાઈ હરગોવિંદભાઈ કુકડીયા (35) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 400 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જ્યારે જુગારની બીજી રેડ વાંકાનેરના નવાપરા પેટ્રોલ પંપની પાછળના ભાગમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલીના આંકડા લેતા મનોજભાઈ બાબુભાઈ કેરવાડીયા (42) રહે. નવાપરા વાંકાનેર વાળો મળી આવતા પોલીસે 370 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરેલ છે અને સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.










Latest News