મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન


SHARE







નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન

મોરબી જિલ્લામાં દિવ્યાંગજનોને સુવિધાયુક્ત, આત્મનિર્ભર અને ગતિશીલ જીવન તરફ આગળ વધારવાના ભગીરથ હેતુથી શ્રી મદનમોહનજી મહારાજ ૨૦૦ મા દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિશેષ નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી શ્રી સ્વામિનારાયણ મંદિર (સંસ્કારધામ), શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડની બાજુમાં, જીઆઈડીસી, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પમાં અકસ્માત કે અન્ય કારણોસર હાથ અથવા પગ ગુમાવનાર દિવ્યાંગજનો માટે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ (કૃત્રિમ હાથ/પગ) ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગોની જરૂરિયાત મુજબ મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ, જોયસ્ટિક વ્હીલચેર તથા અન્ય સહાયક સાધનોનો લાભ આપવામાં આવશે. અને લાભાર્થીઓએ કેમ્પ સ્થળે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ/ UDID કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આવકનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. વધુ માહિતી અર્થે સંપર્ક નંબર 9974165673 / 9875013038 પર સંપર્ક સાધવા અને મોરબી તથા આસપાસના વિસ્તારના તમામ જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને આ ફ્રી કેમ્પનો મહત્તમ લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.




Latest News