મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર


SHARE







મોરબીની લીલાપર ચોકડીપેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર

મોરબીની લીલાપર ચોકડી પાસે સેવા મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત આજે મોરબી પેપરમિલ એસોસિએશન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ટંકારા - પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા તથા જીપીસીબીના અધિકારીઓ સહિતની ટીમ અને ઉદ્યોગકારો આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને લીલાપર ચોકડી પાસે સ્વચ્છતા માટે સૌ કોઈએ પોતાનું યોગદાન આપ્યું હતું

સમગ્ર દેશની અંદર સ્વચ્છતા જળવાઈ તે માટે થઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે અને દરેક વ્યક્તિ વર્ષમાં 100 કલાક સફાઈ માટે પોતાનું યોગદાન આપે તેવું આહવાન કર્યું છે તેના ભાગરૂપે સેવા મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત આજે મોરબીમાં લીલાપર ચોકડી પાસે મોરબી પેપરમીલ એસોસિયેશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલ અને તેઓની ટીમ દ્વારા સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા મોરબી જીપીસીબી કચેરીના અધિકારી એસ.વી. માલસતાર સહિતની ટીમ તેમજ ઉદ્યોગકારો અને આમ નાગરિક આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને લીલાપર ચોકડીની આસપાસના વિસ્તારમાં આવેલ દુકાનો સહિતના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા દ્વારા લોકોને પોતાના રહેણાક વિસ્તાર અને ધંધા રોજગારની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે થઈને પોતે પણ સ્વચ્છતા માટે યોગદાન આપે તેવું આહવાન કરવા આવેલ તેમજ સ્વછતાના શપથ ગ્રહણ કરેલ. આ તકે મોરબી પેપરમીલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે સેવા મેરા યોગદાન કાર્યક્રમમાં મોરબીના પેપરમીલ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ સહભાગી બન્યા હતા અને તેઓએ પણ હાથમાં સાવરણા લઈને સફાઈ માટે પોતાનું યોગદાન આપ્યું હતું આટલું જ નહીં પરંતુ લીલાપર વિસ્તારમાં સૌપ્રથમ પેપર મિલ હતી ત્યારબાદ પેપરમીલ ઉદ્યોગનો આ વિસ્તારની અંદર વિકાસ થયો છે ત્યારે મોરબીના લીલાપર વિસ્તારની અંદર આગામી સમયમાં પેપરમીલ એસોસિએશન દ્વારા 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવી હરિયાળી ક્રાંતિ લાવવા માટે નું પણ આયોજન કરવામાં આવ્યું છે.




Latest News