મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન
મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે
SHARE
મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે
મોરબીમાં જુદાજદા વિસ્તારમાં આવેલ બાગ બગીચાના મહાનગરપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં આવી રહ્યા છે જે આગામી 4 માહિનામાં પૂર્ણ થશે. ત્યાર બાદ લોકોને શહેરમાં હરવા ફરવા માટેના સ્થળ વધી જશે.
મોરબી શહેરમાં સૂરજ બાગ, કેસર બાગ, શંકર આશ્રમ, રાણી બાગ આ જુદા 4 બગીચા હતા તેને રિનોવેશન કરવામાં આવી રહ્યા છે અને આગામી 4 મહીનામાં બગીચાઓનું કામ પૂર્ણ થવાનું છે વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ શંકર આશ્રમમાં 2.48 કરોડ, રાણીબાગમાં 2.65 કરોડ, સુરજ બાગમાં 2.31 કરોડ અને સરદાર બાગમાં 1.2 કરોડનો ખર્ચ કરીને લોકો માટે સુવિધાઓ વધારવામાં આવી રહી છે જેમાં શંકર આશ્રમ ખાતે બગીચા સાથે યોગા અને ગઝેબો જેવી સુવિધાઓ ઊભી કરાશે. તો રાણીબાગમાં બગીચાની સાથે ફૂડ કોર્ટ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. અને કેસર બાગમાં પણ સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જો કે, તેની જાળવણી માટે મહાનગરપાલિકા દ્વાર સિક્યુરીટી ગાર્ડ સહિતના સ્ટાફને મૂકવામાં આવે તો લાંબા સમય સુધી તેનો લોકો ઉપયોગ કરી શકશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.