મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન
SHARE
મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન
મોરબી મહાપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રયસ્થાન ઘટક અંતર્ગત મહારાણીશ્રી નંદકુંવરબા અશ્રયગૃહ કાર્યરત છે મોરબી મહાનગરપાલિકાના સંપૂર્ણ સહયોગ હેઠળ શ્રી સિદ્ધિ ખાદીગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે ગત તા.૨૨ સપ્ટેમ્બર રોજ સાંજે ૭ કલાકે મહા આરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કમિશનર સંગીતા રૈયાણી (IAS) તથા બંને ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા અને સંજયકુમાર સોની દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. તથા મહાપ્રસાદ રેનબસેરાના આશ્રીતોને આપવામાં આવ્યો હતો. કમિશનરએ આશ્રય ગૃહમાં રહેતા નાગરિકો સાથે આત્મીયતાથી મુલાકાત કરી તેમની સુખાકારી અંગે જાણકારી મેળવી હતી તેમજ આશ્રય ગૃહમાં ઉપલબ્ધ સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે પણ માહિતી મેળવી હતી. અને આવા કાર્યક્રમો દ્વારા આશ્રય ગૃહમાં રહેતા નાગરિકોમાં પણ આત્મીયતા, સામાજિક જોડાણ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું થાય છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, આશ્રય ગૃહના સંચાલકો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.