મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ


SHARE







મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ

મોરબીના જેતપર ગામ પાસે ખાનગી વીજ કંપનીના પોલ ઊભા કરવાનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે તેવામાં ખેડૂતોને એમઆરસી કમિટી માટેની નોટિસ આપવામાં આવેલ છે જેથી ખેડૂતોએ તંત્ર સામે કેટલાક અણીદાર સવાલો કરેલ છે જેમાં વીજ લાઈન નાખવાની આટલી બધી ઉતાવળ કોને છે ?, કંપનીએ નોટિસ આપી નથી ત્યાં તંત્રે કેમ નોટિસ આપી ? વિગેરેનો સમાવેશ થાય છે અને વધુમાં ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તંત્ર અને સરકાર ખેડૂત હિતેચ્છુ નહીં. પરંતુ ખાનગી વીજકંપની હિતેચ્છુ હોય તે રીતે કામ કરે છે. એટલા જ માટે 21 તારીખે ઇશ્યૂ કરેલ નોટિસ ખેડૂતોને 23 તારીખે આપવામાં આવે છે અને તેમાં વાંધા રજૂ કરવા માટે માત્ર 2 જ દિવસનો સમય આપવામાં આવેલ છે. આમ ખેડૂતો કાયદાકીય સલાહ લેવા માટે કેવી રીતે જઈ શકે અને કેવી રીતે વાંધા અરજી રજૂ કરી શકે તે સૌથી મોટો સવાલ છે.

મોરબીના જેતપર ગામે હાલમાં ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલ સામે વળતર મેળવવા માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સરકારે નવી વળતર નીતિ માટે જે પરિપત્ર જાહેર કર્યો હતો તેનો ખેડૂતોએ અસ્વીકાર કર્યો હતો તો પણ નવી વળતર નીતિમાં જે એમઆરસી કમિટીની રચના કરવાનું કહેવામા આવ્યું છે તે એમઆરસી કમિટીની રચના કરવા માટે તલાટિ મારફતે કલેકટરની નોટિસ આવેલ છે જે બાબતે આંદોલનકારી નેહુલ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, પહેલા કંપની દ્વારા ખેડૂતોને નોટિસ આપવાની હોય છે જો કેકંપનીએ હજુ નોટિસ આપેલ નથી ત્યાં કલેક્ટર કચેરીમાંથી એમઆરસી કમિટી માટેની નોટિસ આપવામાં આવેલ છે જો ખેડૂતોને નવી વળતર નીતિનો પરિપત્ર જ મંજૂર ન હોય તો પછી એમઆરસી કમિટીમાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોને બળજબરીપૂર્વક એમઆરસી કમિટીમાં જોડાવા માટે હાલમાં નોટિસ આપવામાં આવેલ છે અને તેમાં પણ 182 થી વધુ ખેડૂતો અસરગ્રસ્ત છે. પરંતુ હાલમાં માત્ર વીજપોલ આવે છે તે ખેડૂતોને જ નોટિસ આપવામાં આવી રહી છે જેથી અધિકારીઓએ અને તંત્ર ખેડૂતોના નહીં પરંતુ કંપનીઓના હિતમાં કામ કરી રહ્યા છે તેવી આક્ષેપ તેના દ્વારા કરવામાં આવેલ છે. જો આમ કરવામાં આવે તો ખેડૂતોના બંધારણીય અને કાયદાકીય અધિકારો છીનવઇ જશે અને વીજપોલ ઊભા કરવા માટે કંપનીને ઉતાવળ છે કે તંત્રને તે ખેડૂતોને હાલમાં સમજાતું નથી અને હાલમાં આપવામાં આવેલ નોટિસને લઈને ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ નથી. અને આગામી સમયમાં કાનૂની લડત માટેની ખેડૂતોએ તૈયારીઓ દર્શાવી છે.




Latest News