મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી
SHARE
મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી
સેવા મેરા યોગદાન કાર્યક્રમ અંતર્ગત આજે મોરબીમાં માર્ગ સલામતી માટે પોલીસ પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના એસપી મુકેશ પટેલ દ્વારા આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ એસપી ઓફિસથી લઈને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધીની બાઈક રેલીનું માર્ગ સલામતી અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું આ બાઈક રેલીનું પ્રસ્થાન મોરબીના એસપી મુકેશ પટેલ દ્વારા કરવવામાં આવ્યું હતું અને રેલીમાં મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ તથા એ ડિવિઝન, બી ડિવિઝન અને એસઓજીના પીઆઇ તેમજ પીએસઆઇ અને અન્ય કર્મચારી તથા ટીઆરબીના જવાનો મોટી સંખ્યામાં બાઇક રેલીમાં જોડાયા હતા અને પોલીસ અધિકારીઓએ તેમજ કર્મચારીઓ અને ટીઆરબીના જવાનોએ બાઈક રેલીમાં હેલ્મેટ સાથે બાઇક ચલાવી હતી અને લોકોને માર્ગ સલામતી રેલી સાથે હેલ્મેટ પહેરવા માટેનો મેસેજ પણ આપવા આપવામાં આવેલ હતો. અને ખાસ કરીને મોરબી શહેર અને જિલ્લાના લોકો જ્યારે બાઈક લઈને પોતાના કામ કાજે જતાં હોય છે ત્યારે હેલ્મેટ પહેરે અને ટ્રાફિકના નિયમોને અનુસરે તેના માટે થઈને સેવા મેરા યોગદાન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા આ બાઈક રેલનું આયોજન કરવામાં આવ્યું હતું