મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ


SHARE







મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ

મોરબીના સનાળા ગામથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી જેને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા દારૂ તથા કાર મળીને પોલીસે 3.10 લાખના મુદ્દામાલને કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી હતી અને દારૂ મંગાવનારનું નામ સામે આવ્યું હોય બે શખ્સની સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના સનાળા ઘુનડા રોડ ઉપર તળાવ પાસેથી ઇકો ગાડી નંબર જીજે 36 એએલ 6213 પસાર થઈ હતી જેને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ઇકો ગાડીની અંદર પ્લાસ્ટિકના છ બાચકા ભરેલા હતા જેમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 60,000 રૂપિયાની કિંમતનો દારૂ તેમજ 2.50 લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળીને 3.10 લાખના મુદામાલને કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસે ઇકો ગાડીના ચાલક શૈલેષભાઈ વિનુભાઈ સુરેલા (35) રહે. જોધપર નદી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તે સનાળા ગામે રહેતા વિશ્વરાજસિંહ જાડેજાને આપવા માટે જઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી દારૂ સહિતના મુદ્દામાલ સાથે આરોપીને પકડીને પોલીસે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.




Latest News