મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ
મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
SHARE
મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા જતાં જામનગરના બેડી વિસ્તારના રહેવાસી યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત
જામનગરના બેડી વિસ્તારમાં મહેબૂબ ચોક ખાતે રહેતો યુવાને મોરબીના જીંજુડા ગામે દર્શન કરવા માટે બાઈક લઈને આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં આમરણ ગામ નજીક મેલડી માતાજીના મંદિર પાસે બાઈકનું ટાયર ફાટી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જામનગર જિલ્લાના બેડી વિસ્તારમાં મહેબુબ ચોક ખાતે રહેતો હનીફભાઈ સમીરભાઈ ભટ્ટી 19 નામનો યુવાન પોતે પોતાનું બાઈક લઈને જામનગરના બેડીથી જીંજુડા ગામે દર્શન કરવા માટે થઈને આવી રહ્યો હતો દરમિયાન આમરણ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવી હોય તેઓની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન ઝીંઝુડા ગામે દર્શન કરવા માટે તેને જઈ રહ્યો હતો દરમિયાન આમરણ ગામ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે તેના બાઈકનું ટાયર ફાટી જવાના કારણે બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજયું છે.
બાળકી સારવારમાં
મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા સમજુબેન ગેંડાલાલ બામણીયા (7) નામની બાળકી કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી