તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે


SHARE









મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસેથી પસાર થતી થાર ગાડીને રોકીને સ્થાનિક પોલીસ ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 1 લાખ ની કિંમતનો દારૂ તથા 1 લાખ રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન અને 10 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 12 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચ આરોપીની ધરપકડ કરેલ છે અને મહિલા સહિત બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વીર ઉર્ફે વીરુ રાઠોડ લાલ કલરની થાર ગાડીમાં આગળ પાછળ નંબર પ્લેટ નથી તે ગાડીમાં દારૂનો જથ્થો ભરીને વાંકાનેર બાજુથી મોરબી તરફ આવી રહ્યો છે દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે મળેલ બાતમી મુજબની લાલ કલરની થાર ગાડી લાલપર ગામ પાસેથી પસાર થઈ રહી હતી અને મોરબી બાજુ આવી રહી હતી તે ગાડીને રોકવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 500 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા એક લાખ રૂપિયાની કિંમતનો દારૂ તથા દસ લાખ રૂપિયાની કિંમતની ગાડી અને એક લાખ રૂપિયાની કિંમતના છ મોબાઈલ ફોન આમ કુલ મળીને 12 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી વીર ઉર્ફે વીરુ હિતેશભાઈ રાઠોડ રહે. કુલીનગર મોરબી, અજય દિલીપભાઈ દારોદ્રા રહે. સ્મશાન પાસે વીસીપરા મોરબી, દેવરાજભાઈ નારણભાઈ બોહટીયા રહે. વીસીપરા મહાકાળી ઓઇલ મીલની સામે મોરબી, નવઘણભાઈ ધનાભાઈ સાતોલા રહે. રામાપીરનો ઢોળો ભડીયાદ મોરબી અને જીવણભાઈ રમેશભાઈ ભોજવીયા રહે. વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે. ચિલોડા તાલુકો ચોટીલા તથા સલીમ ઉર્ફે રાહુલ પઠાણ રહે. મોરબી વાળાના નામ સામે આવ્યા હોય કુલ 7 વ્યક્તિઓની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે




Latest News