મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે
મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ
SHARE
મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ
મોરબી નજીકના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે થઈને યુવાનો ગયા હતા દરમિયાન ચાર યુવાનો કોઈ કારણોસર નદીમાં ડૂબ્યા હતા જે પૈકીના બે યુવાનો પાણીમાં ફસાઈ ગયા હોવાથી તેને હેમખેમ પાણીની બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા છે જોકે, પાણીમાં બે યુવાનો ડૂબી ગયા હોય તેને શોધવા માટે થઈને મોરબી મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જો કે એકની હજુ પણ શોધખોળ ચાલી રહી છે
ગણેશ વિસર્જન સમયે ઘણી વખત જીવલેણ અકસ્માત જેવી ઘટનાઓ સામે આવતી હોય છે જેથી તંત્ર દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન થાય અને કોઈ જીવલેણ ઘટના ન બને તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબી શહેરી વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે જુદી જુદી ચાર જગ્યા ઉપર ગણપતિની મૂર્તિઓ એકત્રિત કરવા માટેની વ્યવસ્થા મહાપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે અને ત્યારબાદ તે મૂર્તિઓનું સલામત રીતે મોરબી નજીકના લીલાપર ઘૂનડા રોડ ઉપર જે પથ્થરની ખાણો આવેલી છે ત્યાં પાણી ભરાયેલ છે તેમ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે જોકે, અન્ય કોઈપણ જગ્યાએ ગણેશ વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ મોરબી નજીકના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે થઈને પીપળી ગામ પાસેથી કેટલાક લોકો પહોંચ્યા હતા અને તેમાંથી ચાર યુવાનો નદી પાણીમાં ડૂબી ગયા હતા જે પૈકીના આકાશ માલિયા અને આકાશ ગજાનંદભાઈ નામના બે યુવાન પાણી વચ્ચે ફસાઈ ગયા હોય આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ફસાઈ ગયેલા બે યુવાનોને પાણીમાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા જોકે, સોહન કુલડીયા અને વિલાસ સુભાષભાઈ નામના બે યુવાનો પાણીમાં ડૂબી ગયા હોય તેને શોધવા માટે થઈને ફાયર વિભાગની ટીમ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી દરમ્યાન મોરબી મચ્છુ નદીમાંથી એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને તે અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનનું નામ વિલાસ સુભાષભાઈ ગાયકવાડ (34) રહે. નવી પીપળી વાળો હોવાનું સામે આવ્યું છે જોકે, પાણીમાં ડૂબેલા એક યુવાનને શોધવા માટે હજુ પણ ફાયર વિભાગની ટીમ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે