મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે


SHARE





















યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે

મોરબી જિલ્લામાં યુવા કલા-પ્રતિભાઓને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવાના હેતુથી ગુજરાત સરકારના રમતગમત, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા 'યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭' નું આયોજન કરવામાં આવ્યું છે.


૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ ની સ્થિતિએ ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ ધરાવતા યુવાનો માટે યોજાનાર આ સ્પર્ધામાં 'વિકસિત ભારત સાંસ્કૃતિક ટ્રેક' હેઠળ ખુલ્લા વિભાગમાં લોકનૃત્ય, લોકગીત, ચિત્રકામ, કવિતા લેખન અને નુક્કડ નાટક (શેરી નાટક) જેવી વિધવિધ કૃતિઓનો સમાવેશ કરાયો છે. સ્થાનિક કક્ષાએથી પસંદગી પામીને વિજેતા બનનાર કલાકારોને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે પોતાની કલા રજૂ કરવાનો મંચ મળશે.

આ સ્પર્ધામાં લોકનૃત્ય અને લોકગીત સ્પર્ધા માટે ૫ થી ૮ મિનિટનો સમય તેમજ ૭-૭ મુખ્ય સ્પર્ધક અને ૩ સહાયક સાથે કુલ ૧૦ સભ્યોની ટીમ ભાગ લઈ શકશે. આ ઉપરાંત, ૬ કલાકની સમય મર્યાદા ધરાવતી ચિત્રકામ સ્પર્ધા અને ૯૦ મિનિટની કવિતા લેખન સ્પર્ધામાં ૧ સ્પર્ધક ભાગ લઈ શકશે. જ્યારે ૭ મિનિટની સમય મર્યાદા ધરાવતા નુક્કડ નાટક (શેરી નાટક) માટે ૧૦ સ્પર્ધકોની ટીમ ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધાર કાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા. ૯/૧૦/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં લાલબાગ સ્થિત તાલુકા સેવા સદન ખાતે આવેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી (રૂમ નં. ૨૩૬/૨૫૭, ૨જો માળ) ખાતે રૂબરૂ ફોર્મ જમા કરાવવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ આવેલ કે અધૂરી વિગતો ધરાવતા ફોર્મ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.










Latest News