યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
SHARE
મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનને વેગ આપવા તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ‘સ્વચ્છતા એ સેવા, સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ની ભાવના સાથે સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સંબંધિત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત રેકર્ડનું વર્ગીકરણ, પડતર તથા નકામા સામાનનો નિકાલ, ભૌતિક ફાઇલો અને બિનઉપયોગી વસ્તુઓ દૂર કરવી, જૂની ગાડીઓ રદબાતલ કરવાની કામગીરી તેમજ ઈ-વેસ્ટના યોગ્ય નિકાલ જેવી કામગીરી કરવામાં આવશે. આ અભિયાનના સુચારુ અમલીકરણ માટે કચેરીઓના નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો, ફોટોગ્રાફ્સ, ડિજિટલાઇઝેશન તથા ઈ-વેસ્ટ/ નકામા સામાનના નિકાલ સહિતની માહિતી એકત્રિત કરવામાં આવશે.અભિયાન અંતર્ગત કરવામાં આવેલી કામગીરીના મૂલ્યાંકન માટે નકામા સામાનના નિકાલને ૨૦ ટકા, રેકર્ડ વર્ગીકરણને ૩૦ ટકા તથા ભંગાર/ ઈ-વેસ્ટના નિકાલ અને કચેરી સંકુલની સ્વચ્છતાને ૫૦ ટકા ગુણભાર આપવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.