મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો


SHARE









મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે મોરબીમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા PHC ભરતનગર ખાતે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન સ્થાનિક લોકોના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબીનની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓ દ્વારા લોકોને આરોગ્ય જાળવણી અને નિયમિત આરોગ્ય તપાસના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અંગે સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવી હતી અને એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી કે અયોગ્ય ઉપયોગ ન કરવા તથા તબીબી સલાહ મુજબ જ તેનો ઉપયોગ કરવા અંગે સમજણ આપી હતી. આ સમગ્ર પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અનુભવ સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાની તક મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્સ્ટિટ્યૂટના જલ્પાબેન, ડેનિશાબેન, અરૂણભાઈ, વિજયભાઈ અને શ્વેતાબેને મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો તેમજ PHC ભરતનગરના સમગ્ર સ્ટાફનો પણ સક્રિય સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન ઇન્સ્ટિટ્યૂટના હેડ મહર્ષિ પંડ્યાની દેખરેખ હેઠળ થયું હતું.




Latest News