મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
SHARE
મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહાપાલિકા દ્વારા મોરબી નજીકના લીલાપર ઘૂનડા રોડ ઉપર જે પથ્થરની ખાણો આવેલી છે ત્યાં પાણી ભરાયેલ છે તેમ ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને શહેરના જુદાજુદા 4 સ્થળે લોકો પાસેથી ગણેશજીની મુર્તિ એકત્રિત કરીને તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને શુક્રવારે સાંજે 8 વાગ્યા સુધીમાં ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.
ગણેશ વિસર્જન સમયે કોઈ જીવલેણ દુર્ઘટના ન બને તે માટે મોરબી શહેરી વિસ્તારમાં મહાપાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે મોરબી નજીકના લીલાપર ઘૂનડા રોડ ઉપર ખાણો આવેલી છે ત્યાં ભરાયેલ પાણીમાં ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ત્યાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે જો કે, મોરબી શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ સ્વીકારવામાં આવતી હતી અને ત્યાથી તે મૂર્તિઓને સલામત રીતે વિસર્જન માટે લઈ જવામાં આવતી હતી અને મહાપાલિકાના કર્મચારી તેમજ ફાયર વિભાગની ટિમ દ્વારા સલામત રીતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે રાતે 8 વાગ્યે સુધીમાં કુલ મળીને 450 જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે અને હજુ પણ ઘણા લોકો ગણેશજીની મૂર્તિઓ આપવા માટે આવી રહ્યા છે અને મોરબીમાં જુદાજુદા પંડાલોમાં ગણેશજીની મોટી મૂર્તિઓનું સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તે હજુ મોટી મૂર્તિઓ આવવાનું બાકી છે જેથી છેલ્લામાં છેલ્લા ગણેશજીની મુર્તિ આવે ત્યાં સુધી મહાપાલિકાના કર્મચારીઓ તેમજ ફાયરની ટિમ હજાર રહેશે અને સલામત રીતે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાવશે. આ તકે કોઈ અણબનાવ ન બને તે માટે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.